મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: સાળાની કરપીણ હત્યા કરનાર બનેવીને 5 વર્ષની સખ્ત સજા, દંડ ન ભરે વધુ પાંચ માસની સજા

પાટણમાં સાળાની હત્યા કરનાર બનેવીને સેશન્સ કોર્ટે 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.10,000નો દંડ ફટકાર

પાટણ: સાળાની કરપીણ હત્યા કરનાર બનેવીને 5 વર્ષની સખ્ત સજા, દંડ ન ભરે વધુ પાંચ માસની સજા

પાટણમાં સાળાની હત્યા કરનારબનેવીને સેશન્સ કોર્ટે 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  પાટણ-સરસ્વતિ તાલુકાનાં ભૂતિયાવાસણા ગામની આરોપીએ છરીના ઘા છાતીમાં મારીને પોતાની પત્નીનાં ભાઈની હત્યા કરી હતી.

5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.10,000નો દંડ

આરોપી ચંદ્રકાંત મધાભાઈ પરમાર, માંડોત્રી, તા.પાટણ સામે IPC 304 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.શખ્સ પોતાના સાળાને મળવા ખેતરમાં ગયો હતો, ત્યાં કોઈ બાબતે આવેશમાં આવીને ઉપરા ઉપરી છરાના ઘા મારીને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. 

 ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીને દબોચ્યો

પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં આરોપીને દબોચ્યો હતો. હત્યારા સામે પોલીસ મથકમાં કેસ નોંધાયો હતો.  કોર્ટે આરોપીને સજા સંભળાવી છે.

આ સમાચાર શેર કરો