દુબઈથી ચાલતા હવાલા કૌભાંડમાં વધુ 5 ઝડપાયા, 3 કરોડ અમદાવાદના આંગડિયામાં આવતા USDTમાં ટ્રાન્સફર કરાયા
દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આંગડિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલ

દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આંગડિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલામાં આંગડિયાનો માલિક મિતેશ ઠક્કર આરોપી ઓમ પંડ્યાના કહેવાથી અંકિત બુંદેલાના વોલેટમાં ઓનલાઇન યુએસડીટી ટ્રાન્સફર કરી દેતો હતો, જેને પણ એસઓજીએ દબોચી લીધો છે. અત્યાર સુધીમાં આંગડિયામાં 3 કરોડથી વધુની રકમ દુબઈથી આવી હોવાનું સામે આવ્યું છે. એસઓજીના પીઆઈ સોનારા અને તેના સ્ટાફે અમદાવાદ ખાતેથી 3ને પકડી લાવી સાથે વધુ 2 આરોપી સુરતથી પકડી પાડ્યા છે.વધુમાં સ્ટાફે જણાવ્યું કે અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં મિતેશ ઠક્કર એચ.એમ.આંગડીયા પેઢી છે.
અગાઉ 11 પકડાયા હતા
SOG પોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જે બેંકના એકાઉન્ટ નંબર, કાર્ડ નંબર, અને તમામ કીટ અમદાવાદ ખાતે મોકલતા હતા.જ્યાં મસમોટું સાયબર ફ્રોડ કરી નાંણાઓ મેળવતા હતા. નાણાં અમદાવાદ ખાતે આંગડીયા પેઢી મારફતે મગાવતા હતા. જે તે લોકોને USDT કરન્સીમાં ફેરવી અમદાવાદથી ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા. આ સમગ્ર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં આ પેહલા 11 જેટલાં આરોપીઓ પકડાઈ ચુક્યા છે. જેઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપીઓનું નામ સામે આવ્યું હતું.
અમદાવાદથી આંગડિયું કરાતું હતું
અમદાવાદનો મહેશ ઓમ પંડ્યાના નામે આંગડિયું કરતો હતો. અમદાવાદનો મહેશ દેસાઈ આંગડિયામાં દુબઈથી આવતા કરોડો રૂપિયા મોકલતો હતો, ઓમ પંડ્યાના નામે આંગડિયું કરતો. આંગડિયા પેઢીનો માલિક મિતેશ ઠક્કર ઓમનો સંપર્ક કરતો. ઓમ કરોડોની રકમના બદલામાં મિતેશને મિત્ર અંકિતના વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેતો હતો.








