મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદર : સોની વેપારીના અપહરણ-ખંડણી કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ

Porbandar News : પોરબંદરના સોની વેપારીને સસ્તા સોનાની લાલચ આપીને રાજસ્થાનના જયપુર ખાતે મકાનમાં ગોંધી રાખ

પોરબંદર : સોની વેપારીના અપહરણ-ખંડણી કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ

Porbandar News : પોરબંદરના સોની વેપારીને સસ્તા સોનાની લાલચ આપીને રાજસ્થાનના જયપુર ખાતે મકાનમાં ગોંધી રાખી રૂપિયા 20 લાખની ખંડણી પડાવવાના ગુન્હામાં પોલીસે અગાઉ બે ઇસમોને પકડી પાડ્યા બાદ પોરબંદર LCBની ટીમેં વધુ પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઇસમો પોરબંદરથી દ્વારકા તરફ કારમાં જતા હતા ત્યારે કુછડીના બર્ડ વોચિંગ ટાવર નજીક વોચ ગોઠવીને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી સાડા ત્રણ લાખથી વધુની રોકડ, 10 લાખની કાર, છરી, મોબાઇલ, સીમકાર્ડ સહિતનો  મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કલોલના દંતાલીમાં પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર કર્યું ફાયરિંગ, સગીરનું ઘટનાસ્થળે મોત

સોની વેપારીનું અપહરણ કરી 20 લાખ પડાવ્યાં 

તા.27-10-2024ના રોજ દાખલ થયેલ ગુન્હા મુજબ  સોની વેપારીને જયપુરમાં બજારભાવથી ૧૫ ટકા ઓછા ભાવથી સોનું મળતું  હોવાની તથા ગ્રાહક લાવનારને પાર્ટી 4 ટકા કમીશન આપવાની વાત કહી સોની વેપારીનું અપહરણ કરી આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે લઇ જઇ ગયા હતા. એક મકાનમાં સોની વેપારીને ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.20 લાખની ખંડણી માંગી આંગડીયા મારફતે રૂ.20 લાખ પડાવી લીધા હતા. 

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસકર્મીઓએ વૃદ્ધ દંપત્તિને ખંખેર્યા, 12000 રોકડા અને 400 USD પડાવ્યાં

અપહરણ, ખંડણી, હનીટ્રેપ જેવા આઠ કિસ્સામાં આરોપીઓએ લાખો રૂપિયા પડાવ્યા

પોલીસના જણાવ્યા મુજબ ભરત લાઠીયા નામનો શખ્સ અને તેના સાથીદાર આરોપીઓએ  અપહરણ, ખંડણી, હનીટ્રેપ જેવા આઠ કિસ્સામાં તેમણે લાખો રૂપિયા પડાવ્યા છે. માણસો નગ્ન દેખાય તેવા ચશ્મા આપવાની લાલચ આપીને 15 લાખથી માંડીને 30 લાખ રૂપિયા પડાવ્યા છે. તે ઉપરાંત સસ્તા ભાવે હીરા આપવાના બહાને, બંને બાજુ કલર વાળું મોરપિચ્છ આપવાના બહાને, અને પાંચજન્ય શંખ આપવાના બહાને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી અનેક લોકોને અપહરણ કરી ગોંધી રાખી લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરવામાં આવી છે. પોરબંદર પોલીસે આ ઇસમોની આકરી પૂછપરછ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો