ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા 5 MLA આજે લેશે શપથ, 11.00 વાગ્યે વિધાનસભામાં યોજાશે સમારોહ
ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો&

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે.
નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે લેશે શપથ
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પાંચેય ધારાસભ્યોને પદના શપથ ગ્રહણ કરાવવાના છે.વિજાપુરથી સી.જે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ ચૂંટાઈ આવ્યા છે.7 મે ના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.
પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય
વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા, આ બેઠક પર દમાદાર જીત દાખવી હતી. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી, મોઢવાડિયાને 1,33,163 મત મળ્યા હતા. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલને 88,457 મત મળ્યા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો, 1,00,641 મત મળ્યા હતા. સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક રહી હતી. આ બેઠક પરથી અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા હતા અને વિજય થયો હતો.






