મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: નટવરગઢના 47 ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની કરી માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ રાજ્યપાલને ઈચ્છામૃત્યુની માંગ કરત

સુરેન્દ્રનગર: નટવરગઢના 47 ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની કરી માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ રાજ્યપાલને ઈચ્છામૃત્યુની માંગ કરતો ખુલ્લે પત્ર લખ્યો છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે અમારે મૃત્યું જોઈએ છે. નટવરગઢ ગામમાં સંખ્યાબંધ ખેતરોમાં અવાડા શનરાઈઝ કંપની દ્વારા સોલારની લાઈનો નાખ્યા બાદ વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં છેલ્લા ઘણા સમયથી રોષ ફેલાયો છે.

ખેડૂતો સંખ્યાબંધ વખત જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરી ચૂક્યા 

આ મામલે ખેડૂતો સંખ્યાબંધ વખત જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરી ચૂક્યા છે, પણ આ રજૂઆતોનો કોઈપણ પ્રકારનો સુખદ અંત આવ્યો નથી. આ મામલે કલેક્ટર, સરકારી તંત્ર દ્વારા કંપનીના અધિકારીઓ સાથે આજ દિન સુધી એક પણ બેઠક કરવામાં આવી નથી.

સોલાર વીજ લાઈનના ખુલ્લા તાર નાખીને કંપની જતી રહે છે

ખેતરોમાં સોલાર વીજ લાઈનના ખુલ્લા તાર નાખીને કંપની જતી રહે છે.  ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે કંપનીએ તેમની જાણ બહાર ખેતરમાં ખોદકામ કર્યુ હતું. ખેડૂતોએ હવે નિરાકરણ ન આવે તો ઈચ્છા મૃત્યુની માગ કરી છે.

આ સમાચાર શેર કરો