સુરેન્દ્રનગર: નટવરગઢ ગામના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી, જાણો શું છે કારણ
રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે નટવરગઢ ગામના 47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવી હતી, પરંતુ કંપની દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવી
ખેડૂતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરી સોલારની વીજ લાઈન નાખવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં વળતર પેટેની રકમની ચુકવણી કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ છે. જેથી કંટાળીને ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.




