મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: કર્ણાવતી ક્લબની સામે 40 લાખની લૂંટ, પોલીસે લૂંટારૂઓને પકડવા ચક્રોગતિમાન કર્યા

અમદાવાદમાં વધુ એક લૂંટની ઘટના બની છે. જ્યાં કર્ણાવતી ક્લબની સામે 40 લાખ લૂંટની ઘટના બની છે. કારમાં પંચર છે કહીને કોન્ટ્ર

અમદાવાદ: કર્ણાવતી ક્લબની સામે 40 લાખની લૂંટ, પોલીસે લૂંટારૂઓને પકડવા ચક્રોગતિમાન કર્યા

અમદાવાદમાં વધુ એક લૂંટની ઘટના બની છે. જ્યાં કર્ણાવતી ક્લબની સામે 40 લાખ લૂંટની ઘટના બની છે. કારમાં પંચર છે કહીને કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવીને કારમાં પડેલો થેલો લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણાવતી ક્લબ પાસે કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને કારમાં જઈ રહ્યાં હતા, ત્યારે બાઈક પર અજાણ્યા બે શખ્સો આવીને કારમાં પંચર હોવાનું કહેતા કોન્ટ્રાક્ટર કારમાંથી ઉતરીને જોવા ગયા હતા, આટલીવારમાં અજાણ્યા શખ્સોએ કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને CCTV ચેક કરી રહી છે. ઘટના સ્થળે ઝોન-7 DCP સહિતના અધિકારી પહોંચી ગયા છે. સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 

આ સમાચાર શેર કરો