મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KBS કોલેજના 4 વિદ્યાર્થીઓનું પાંડવ કુંડમાં ડૂબી જવાથી મોત, રીક્ષાચાલકનો બચાવ

વલસાડ જિલ્લાના કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં ગોઝારી ઘટના બની છે. પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્ય

KBS કોલેજના 4 વિદ્યાર્થીઓનું પાંડવ કુંડમાં ડૂબી જવાથી મોત, રીક્ષાચાલકનો બચાવ

વલસાડ જિલ્લાના કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં ગોઝારી ઘટના બની છે. પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના  મોત થયા છે જયારે રીક્ષાચાલકનો બચાવ થયો છે.

વાપીની KBS કોલેજના 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ 2 રીક્ષામાં ફરવા ગયા હતા. દરમિયાન નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ અને 1 રીક્ષા ચાલક ડૂબ્યા હતા. સ્થાનિકોએ ડૂબી ગયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા. આ દુર્ઘટનામાં 4 વિદ્યાર્થીઓનું મોત થયું છે જયારે રિક્ષાચાલકનો બચાવ થયો છે.

બનાવ બાદ પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક સાથે 4 વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

મૃતકોના નામ

  • ધનંજય લીલાધર ભોંગરે
  • આલોક પ્રદીપ શાહે
  • અનિકેલ સંજીવ સીંગ
  • લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી

આ સમાચાર શેર કરો