મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Bharuchના મનરેગા કૌભાંડમાં વધુ 4 ઝડપાયા, TDOની સાથે બે ટેક્નિક્લ ઓસિસ્ટન્ટનો સમાવેશ

ભરૂચ ના ચકચારી મનરેગા કૌભાંડ માં આગળ વધતી તપાસ માં SIT ની ટીમે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવ

ભરૂચ ના ચકચારી મનરેગા કૌભાંડ માં આગળ વધતી  તપાસ માં  SIT ની ટીમે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે . જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોયેબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે.ઉપરાંત,નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા,બે એજન્સીઓના સંચાલકો, હાંસોટના કોમ્પ્યુટર ઓપરેટર અને એક વચેટિયા સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.તે સાથે પોલીસ અત્યાર સુધીમાં દસ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પકડેલાની ધરપકડ સાથે તપાસ વધુ  સઘન  બનાવી દેવામાં આવી છે જેથી આગામી દિવસોમાં વધુ અટકાયતો થવાની સંભાવના પણ છે.

આ સમાચાર શેર કરો