મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદમાં ભૂવાનું પિશાચી કૃત્ય:4 માસની માસૂમને લોખંડના સળિયાથી ડામ આપ્યા, બાળકી ચીસો પાડતી રહી પરિવાર જોતો રહ્યો

આદિવાસીની બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાનું ભૂત હજુ પણ ધુણી રહ્યું છે. સમયાંતરે અંધશ્રદ્ધાના વિવિધ બનાવો બહા

દાહોદમાં ભૂવાનું પિશાચી કૃત્ય:4 માસની માસૂમને લોખંડના સળિયાથી ડામ આપ્યા, બાળકી ચીસો પાડતી રહી પરિવાર જોતો રહ્યો

આદિવાસીની બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાનું ભૂત હજુ પણ ધુણી રહ્યું છે. સમયાંતરે અંધશ્રદ્ધાના વિવિધ બનાવો બહાર આવતા રહે છે, જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ જ ભોગ બનતા હોય છે. આવો જ એક કિસ્સો ફરીતી બહાર આવ્યો છે. જેમાં માત્ર 4 મહિનાની માસૂમ ભોગ બની છે.

4 મહિનાની માસૂમને સારવાર માટે પરિવારજનો ભૂવા પાસે લઈ ગયા

ગરબાડા તાલુકાના હિમલા ગામે એક પરિવારની  4 મહિનાની માસૂમ બાળકીને તાવ, શરદી, ખાંસી તેમજ ન્યૂમોનિયાની બીમારી થતાં પરિવારજનો બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જાવાને બદલે ગામના એક ભુવા, બડવા પાસે લઈ ગયા હતા. ભુવાએ 4 મહિનાની બાળકીને વળગાડ હોવાનું કહીને લોખંડના સળિયા ગરમ કર્યા અને પરિવારજનોની સામે જ માસૂમને છાતીના ભાગે ગરમ ગરમ ડામ દેતાં બાળકી ચીસો પાડવા લાગી હતી.

ડામ આપતાં બાળકી ચીસો પાડવા લાગી

બાળકી કારમી ચીસો પાડી રહી હતી ત્યારે  ભુવા કે પરિવારજનોનું હૃદય પીગળ્યું નહોતું અને વધુ ડામ આપ્યા હતા. છાતી અને પેટની આસપાસ વધુ ડામ આપવાને કારણે બાળકીની તબિયત બગડતાં પરિવારજનો હેબતાઈ ગયા હતા. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સાવાર માટે લઈ ગયા હતા. બાળકીને તરત જ સારવાર મળતા તેની તબિયતમાં સુધારો થયો હતો.

આ સમાચાર શેર કરો