મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લીધી, 4 લોકોના ઘટના સ્થળે મોત

રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રીક્ષા ચા

રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલક યુવાન તેમજ ત્રણ મુસાફર મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે.જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસી ભારતી બટુક ભારતી ગોસ્વામીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે 

બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને FSL તેમજ RTOની મદદ લઇ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો