ડાકોર: ટેમ્પલ કમિટીના મેનેજર ફરી વિવાદમાં આવ્યા, 35 વર્ષ જૂના કર્મચારીને બિભત્સ ગાળો ભાંડી
રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર ફરી વિવાદમાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ડાકોર ટેમ્પલ

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર ફરી વિવાદમાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવેએ મંદિરના વર્ષો જૂના કર્મચારી પ્રવિણભાઈ નંદુભાઈ આચાર્ય સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રવિણ આચાર્ય છેલ્લા 35 - વર્ષથી મંદિરમાં બજાવે છે ફરજ
આ બાદ મંદિર કમિટિ તરફથી પ્રવિણ આચર્યને અનેક વખત નોટિસ પાઠવવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્રવિણ આચાર્ય છેલ્લા 35 - વર્ષથી મંદિરમાં ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: જાહેરમાં પિસ્તોલ દેખાડીને પરિવારને ડરાવનાર વ્યાજખોરનું પોલીસે કાઢ્યું સરઘસ
પ્રવિણભાઈ અને તેમના યજમાન રણછોડજી ભગવાનને સોનાની પ્રભાવલી અર્પણ કરવા ગયા હતા, ત્યારે આ ઘટના બની હતી.






