રાજ્યના વિવિધ શહેરોમાં માર્ગ અકસ્માતની ઘટના આવી છે સામે, અલગ અલગ દુર્ઘટનામાં 4 લોકોના મોત
રાજ્યના વિવિધ શહેરોમાં ત્રણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છ

રાજ્યના વિવિધ શહેરોમાં ત્રણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છે. સુરતમા બારડોલી, ઉધના, મહેસાણા-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના બારડોલી કડોદરા રોડ પર ગંગાધરા ગામની સિમમાં અકસ્માત સર્જાયો હતો,માલિબા કોલેજની બસ ચાલકે એક સ્કૂલ બસ તેમજ રીક્ષાને અડફેટે લીધી હતી. આ ઘટનામં માર્ગ પરથી પસાર થતા એક રાહદારીનું મોત થયુ હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
મહેસાણા-અમદાવાદ હાઈવે પ ટ્રેલરને નડ્યો અકસ્માત
મહેસાણા-અમદાવાદ હાઈવે પર વોટર પાર્ક નજીક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો. ટ્રેલરના ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, ત્યાર બાદ ટ્રેલરે હાઈવે પર પલ્ટી મારી હતી. આ ટ્રેલર નીચે સ્વીપર દબાઈ ગયો હતો. અકસ્માતમાં એક સ્વીપરનું મોત થયું હતું.
ઉધનામાં રાહદારીને ટ્રક ચાલકે કચડ્યો
સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં સર્જાયેલા અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે. ઉધનાના મેઈન રોડ પર બીઆરટીએસ રૂટમાંથી રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે તે રૂટ પર ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. રાહદારીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું..ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રક ચાલકને લઈને વધુ તપાસ શરૂ કરી છે.
ડભોઈ- વડોદરા હાઈવે પર કારને નડ્યો અકસ્માત
ડભોઈ-વડોદરા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ડભોઈથી વડોદરા જતી કારને અકસ્માત નડ્યો હતો. કારમાં 4 લોકો સવાર હતા, જેમાં એકનું મોત નિપજ્યું હતુ. આ દુર્ઘટાનામાં એક યુવાનને ગંભીર ઈજાતો અન્ય બે શખ્સોને સામાન્ય ઈજા પહોંચી હતી.






