મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar News: શેખપર નજીક નદીમાં ડમ્પર ખાબકતા 3 લોકોના મોતની આશંકા

સુરેન્દ્રનગરમાં શેખપુર નજીક નદીમાં ડમ્પર ખાબકતા 3 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામ

Surendranagar News: શેખપર નજીક નદીમાં ડમ્પર ખાબકતા 3 લોકોના મોતની આશંકા

સુરેન્દ્રનગરમાં શેખપુર નજીક નદીમાં ડમ્પર ખાબકતા 3 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ છે. ફાયરની ટીમો દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નદીમાં રેતી ભરેલ ડમ્પર ખાબક્યું

સુરેન્દ્રનગરમાં શેખપર નજીક નદીમાં રેતી ભરેલુ ડમ્પર ખાબકતા 3 લોકોના મોતની આશંકા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બનાવની જાણ થતા જ ફાયરની ટીમો દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરાઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ડમ્પરમાં કેટલા લોકો સવાર હતા અને પાણીમાં ડુબ્યા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. નદીમાંથી રેતી કાઢતા હતા આ દરમિયાન ડમ્પરની બ્રેક ફેઇલ થતા નદીમાં ખાબક્યું હતું.

આ સમાચાર શેર કરો