મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની હત્યા કરનારા 3 આરોપી ઝડપાયા

સુરતના વરાછાની માધવપાર્ક સોસાયટીમાં પિતરાઈ બહેન એકલી હોવાથી ત્યાં રોકાયેલી પ્રેમિકાને મળવા ગયેલા રત્નકલાકાર યુવ

સુરત/ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની હત્યા કરનારા 3 આરોપી ઝડપાયા

સુરતના વરાછાની માધવપાર્ક સોસાયટીમાં પિતરાઈ બહેન એકલી હોવાથી ત્યાં રોકાયેલી પ્રેમિકાને મળવા ગયેલા રત્નકલાકાર યુવાનને પ્રમિકાના ભાઈએ બંધ રૂમમાં સાથે ઝડપી લીધા હતાં. ત્યારબાદ પિતરાઈ ભાઈ અને કાકા સાથે મળી પટ્ટા, દોરડા વડે અને ગડદાપાટુનો માર મારતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. 

વરાછા પોલીસે હત્યાના આરોપી એવા પ્રેમિકાના ભાઈઓની ધરપકડ કરી છે. યુવતીના ભાઈ શક્તિસિંહ બારીયા તેમના કાકા મહિપત બારીયા અને મહિપત ગોહિલની ધરપકડ કરી છે. પ્રેમિકાએ પ્રેમી મેહુલને મળવા બોલાવ્યો હતો. પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમી મેહુલને ગંભીર રીતે માર માર્યો હતો. માર મારતા મેહુલનું મોત થયું હતું.પોલીસે ત્રણેય ઈસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ભાવનગરનો વતની અને વરાછાના ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. માતા-પિતા ગામડે ખેતી કરે છે. ચાર વર્ષ પહેલાં મેહુલના ઘર નજીકની સોસાયટીમાં રહેતી યુવતી સાથે મેહુલને પ્રેમ થયો હતો. આ અંગે યુવતીના પરીવારજનોને જાણ થતા તેમણે મકાન બદલી દીધું હતું. તેમ છતાં બન્ને પ્રેમી પંખીડા એકબીજાના સંપર્કમાં રહેતા હતા.

આ સમાચાર શેર કરો