VIDEO: ગોંડલમાં વેપારીને બ્લેકમેલ કરી ૨૧ લાખની ખંડણી વસૂલનાર ૩ આરોપીઓ જેલહવાલે
રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડ

રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડ અને ખંડણીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. ગોંડલ બી ડિવિઝન પોલીસ મથક હેઠળ એપીએમસી પેઢીના એકાઉન્ટ અને ડોક્યુમેન્ટ્સની ચોરી કર, સીજીએસટી વિભાગમાં કાર્યવાહી કરાવી બદનામ કરવાની ધમકી આપી વેપારી પાસે ૩૦ લાખની ખંડણી મંગાઈ હતી. પેઢીના જ કર્મચારી ભૌતિક બોધરા, હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાએ વકીલના વેશમાં આવેલા અજાણ્યા શખ્સ સાથે મળીને ૨૧ લાખ પડાવ્યા હતા. પાંચ દિવસ પહેલાં ફરી પૈસા માંગતા મામલો સામે આવ્યો અને પોલીસે ત્રણેયની અટકાયત કરી છે. પોલીસે જનતાને આવી એજન્સીઓથી ન ડરવા અને બ્લેકમેલિંગ સામે તુરંત સંપર્ક કરવા અપીલ કરી છે.




