મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં ભારે વરસાદથી 250 હેકટરમાં વધુ નુકસાની, ડાંગર ઉપરાંત શેરડી, શાકભાજી, કેળનો વળી ગયો સોથ

દક્ષિણ ગુજરાતમા પડેલા ભારે વરસાદના પગલે ભારે ખાનખરાબી સર્જાઈ છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને

નવસારીમાં ભારે વરસાદથી 250 હેકટરમાં વધુ નુકસાની, ડાંગર ઉપરાંત શેરડી, શાકભાજી, કેળનો વળી ગયો સોથ

દક્ષિણ ગુજરાતમા પડેલા ભારે વરસાદના પગલે ભારે ખાનખરાબી સર્જાઈ છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે ખેતીના પાકમાં વધુ નુકસાની 250 હેકટર જમીનમાં થઇ છે. જેમાં 60 ટકા તો નવસારી તાલુકામાં જ થઇ હોવાની જાણકારી મળી છે. 

60 ટકા નુકસાની એક જ તાલુકામાં

હાલમાં નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદ થતા નદીમાં આવેલા પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતીપાકને પણ નુકસાન થયું હતું. આમ જિલ્લામાં 1900થી 2100 હેકટર જમીનમાં અસર થઇ હતી પરંતુ વધુ નુકસાની 235 હેકટર જમીનમાં થઇ છે. જે વધુ નુકસાની થઇ છે તેમાં 150 હેકટર તો નવસારી તાલુકામાં જ થઇ છે એટલે કે 60 ટકા નુકસાની એક જ તાલુકામાં થઇ છે. 

37 ગામોમાં નુકસાની

નવસારી તાલુકાના 37 ગામોમાં નાની-મોટી નુકસાની થઇ છે. આ ઉપરાંત વધુ નુકસાની જલાલપોર, ગણદેવી તાલુકામાં પણ થઇ છે. ડાંગર ઉપરાંત શેરડી, શાકભાજી, કેળ, આંબા સહિતના પાકોમાં નુકસાની થઇ છે.

આ સમાચાર શેર કરો