મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: 25 હોસ્પિટલ, 11 ટ્યૂશન ક્લાસ સહિત 52 મિલકત સીલ, 7 ઝોનમાં કરાઈ કાર્યવાહી

રાજકોટ અગ્નિકાંડ પછી મ્યુનિ. કમિશનરે એસ્ટટ વિભાગ માટે મંગળવારે વિશેષ એસઓપી બહાર પાડી હતી. જા

અમદાવાદ: 25 હોસ્પિટલ, 11 ટ્યૂશન ક્લાસ સહિત 52 મિલકત સીલ,  7 ઝોનમાં કરાઈ કાર્યવાહી

રાજકોટ અગ્નિકાંડ પછી મ્યુનિ. કમિશનરે એસ્ટટ વિભાગ માટે મંગળવારે વિશેષ એસઓપી બહાર પાડી હતી. જાહેર સ્થળોએ વધુ લોકો એકઠા થતા હોય ત્યાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન છે કે નહીં તે તપાસવા બુધવારે 7 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધુ તપાસ હોસ્પિટલોમાં કરવામાં આવી હતી. કેટલીક હોસ્પિટલો પાસે ફાયર એનઓસી હતી જ નહીં તો કેટલીકે એનઓસી રિન્યૂ ન કરાવી હતી.

કેટલીક હોસ્પિટલો પાસે ફાયર એનઓસી હતી જ નહીં

જ્યારે અન્ય કેટલીકમાં એક્સપાયરી ડેટના ફાયર એક્સ્ટિંગ્યુશર હતા. 25 હોસ્પિટલ, 11 ટ્યૂશન ક્લાસ, એક મોટી કોમર્શિયલ બિલ્ડિંગ, 2 પાર્ટી પ્લોટ, 2 ગેસ્ટ હાઉસ સહિત 244 મિલકતોમાં તપાસ કરી 52 મિલકત સીલ કરી દેવાઈ હતી.

મ્યુનિ.ની 7 ટીમોએ ફાયરના સાધનોની સ્થિતિ, આગ જેવી ઘટના બને તો બચાવ માટે યોગ્ય વ્યવસ્થા છે કે નહીં, ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન છે કે નહીં અને બીયુ પરમિશન મુજબ બાંધકામ કરવામાં આવ્યું હતું કે નહીં જેવી બાબતોની ચકાસણી કરી હતી. સીલ કરાયેલી મિલકતોની યાદી મોડી રાત સુધી જાહેર કરાઈ ન હતી.

આ સમાચાર શેર કરો