મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 6 મહિનાથી અંધારામાં 25 પરિવારો, PGVCL સામે રહીશોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની લાલગુરુ સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી 25 જેટલા પરિવારો વીજળ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની લાલગુરુ સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી 25 જેટલા પરિવારો વીજળી વિના જીવન જીવવા મજબૂર બન્યા છે. PGVCL દ્વારા ટ્રાન્સફોર્મર અને મીટરો લગાવવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી વીજ કનેક્શન શરૂ કરવામાં આવ્યું નથી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળામાં પંખા વગર અને વરસાદી માહોલમાં મચ્છર તથા જીવજંતુઓના ઉપદ્રવ વચ્ચે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ PGVCLને તાત્કાલિક ઘર કનેક્શન આપી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો