CM, મંત્રીઓ સહિત અધિકારીઓ ચિંતન શિબિરમાં જોડાશે, મુખ્યમંત્રી વંદેભારતમાં નીકળ્યા વલસાડ જવા
વલસાડના ધરમપુરમાં આજથી ગુજરાત સરકારની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આ શિબિરમાં ભા

વલસાડના ધરમપુરમાં આજથી ગુજરાત સરકારની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આ શિબિરમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી વંદે ભારત ટ્રેન મારફતે વલસાડ જવા રવાના થયા હતા. સીએમે ટ્રેનની મુસાફરી કરતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
શિબિરમાં મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ સનદી અધિકારીઓ
ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી આ શિબિરમાં મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાયા છે. આ શિબિરની મુખ્ય થીમ "સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ" રાખવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી અહીં 'વિકસિત ભારત અને વિકસિત ગુજરાત'ના નિર્માણ માટેના વિચારોનું મંથન થશે.
સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ” થીમ પર યોજાતી આ શિબિરનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થશે. શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનારી આ શિબિરમાં રાજ્ય મંત્રીમંડળ સાથે 242 ઉચ્ચ સનદી અધિકારીઓ, મુખ્ય સચિવ, તમામ જિલ્લાના કલેક્ટરો અને અન્ય વહીવટી અધિકારીઓ હાજરી આપશે. અધિકારીઓ ટ્રેન દ્વારા વલસાડ અને બાદમાં બસ મારફતે ધરમપુર પહોચ્યા.






