સુરત : અડાજણમાં રણબીર કપૂરના એક કાર્યક્રમમાં 20 લોકો ઇજાગ્રસ્ત, પરફોર્મન્સ કર્યા વિના જ એરપોર્ટ રવાના
સુરતના અડાજણ ખાતે બોલિવૂડના સુપર સ્ટાર અભિનેતા રણબીર કપૂરનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે,

સુરતના અડાજણ ખાતે બોલિવૂડના સુપર સ્ટાર અભિનેતા રણબીર કપૂરનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. રણબીર કપૂરને જોવા માટે ધક્કા-મુક્કી થઈ હતી. જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે.
રણબીર કપૂર એક જવેલર્સના ઉદ્ધાટન માટે આવ્યો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના અડાજણમાં શનિવારે રણબીર કપૂર એક જવેલર્સના ઉદ્ધાટન માટે આવ્યો હતો. રણબીર કપૂર પરફોર્મન્સ પણ કરવાનો હતો. જોકે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એકબીજા પર પડતા 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના જ પરત ફર્યો છે.




