મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાંગ્લાદેશના રમખાણોમાં ફસાયા ગોધરાના 20 વિદ્યાર્થીઓ, પરિવારજનોએ માંગી સરકાર પાસે મદદ

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રમખાણો ફાટી નીકળ્યા છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ નાબ

બાંગ્લાદેશના રમખાણોમાં ફસાયા ગોધરાના 20 વિદ્યાર્થીઓ, પરિવારજનોએ માંગી સરકાર પાસે મદદ

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રમખાણો ફાટી નીકળ્યા છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ નાબૂદ કરવાની માંગ લઈને હિંસક દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ રમખાણમાં રાજ્યના  ગોધરાના 20 વિદ્યાર્થીઓ ફસાયા છે.

તબીબી અભ્યાસ અર્થે બાંગ્લાદેશ ગયા

આ વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ અર્થે બાંગ્લાદેશ ગયા હતા. બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલા આંદોલનને હિંસક સ્વરૂપ ધારણ કરતા તોફાનો ફાટી નીકળ્યા હતા.

હિંસાબાદ કોલેજ બંધ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા

હિંસાબાદ કોલેજ બંધ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.. 20થી વધુ વિદ્યાર્થીઓ ભારત બાંગ્લાદેશની બોર્ડર પર ફસાયા હોવાની જાણકારી સામે આવી છે. ગોધરા સ્થિત આ ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ સરકાર પાસે મદદ માંગી છે.  પરિવારજનોએ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવાની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો