મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નજીવી બાબતમાં અજાણ્યા યુવકની હત્યા કરનાર 2 શખ્સ ઝડપાયા

સુરત જિલ્લામાં કીમ નજીક નવાપુરા પાટિયા પાસે હત્યાનો ભેદ ઉકેલી કીમ પોલીસે ગણતરીના

સુરતમાં નજીવી બાબતમાં અજાણ્યા યુવકની હત્યા કરનાર 2 શખ્સ ઝડપાયા

સુરત જિલ્લામાં કીમ નજીક નવાપુરા પાટિયા પાસે હત્યાનો ભેદ ઉકેલી કીમ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ બાઈક ચલાવવા જેવી નજીવી બાબતમાં કોઈ માસુમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં જમવાનું પીરસવાની બાબતે હત્યા કરનાર શખ્સ ઝડપાયો

શનિવારની મોડી રાત્રે રસ્તે ચાલતા જતા મૃતક અવધેશ રામરાજની સામે આ આરોપીઓ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. જેથી મૃતકે હત્યારાઓને રસ્તા પર બાઇક સરખી ચાલવા માટે કહ્યું હતું. મૃતકના કહેવાથી ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ  યુવકના પેટમાં ચપ્પુ મારી દીધું હતું. પકડાયેલ આરોપીઓમાં એક હત્યારો મધ્યપ્રદેશનો તેમજ એક સ્થાનિક હોવાની માહિતી મળી છે. તેમજ હત્યારાઓનો ગુનાહિત ઇતિહાસ હોવાની પણ માહિતી મળી રહી છે.

આ સમાચાર શેર કરો