NAVSARI : હાઇબ્રીડ ગાંજા પ્રકરણમાં બે મહિનાથી ફરાર 2 આરોપીઓની ધરપકડ
Navsari News : ગાંજાનું દુષણ હવે નવસારી જિલ્લામાં પહોંચી ગયું છે. ગાંજાનું વેચાણ કરતા ત્રણ

Navsari News : ગાંજાનું દુષણ હવે નવસારી જિલ્લામાં પહોંચી ગયું છે. ગાંજાનું વેચાણ કરતા ત્રણ આરોપીને 06 એપ્રિલે નવસારી SOGએ ઝડપી પાડી 32 ગ્રામ ગાંજો મળી કુલ 6,62,525નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે આ બાદ બે મહિનાથી ફરાર વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
છેલ્લા 2 મહિનાથી ફરાર હતા બંને આરોપીઓ
અગાઉ ઝદપાયેલા ત્રણેય આરોપીઓના 12મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે દરમ્યાન પોલીસ ત્રણેય આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો કોને કોને વેચ્યો અને ક્યાંથી સપ્લાય મેળવી તે અંગે ઊંડાણપૂર્વકની તપાસમાં બે આરોપીના નામ ખુલતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા અને 2 મહિનાથી વધુના સમય બાદ આ બન્નેની આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
16 એપ્રિલે 3 આરોપીઓ ઝડપાયા હતા. ગાંજાના 1 ગ્રામના 3500 રૂપિયાની વસુલતા
સુરતથી ગાંજો લાવી નવસારીમાં છેલ્લા 2 વર્ષોથી વેચાણ માટે આવતા કપલેથા મરોલી ચેકપોસ્ટ પાસેથી 32 ગ્રામના ગાંજાના જથ્થા 2 બાઇક સવાર 21 વર્ષીય રાહુલ રાજીબભાઈ જાના અને 23 વર્ષીય આકાશ સંતોષભાઈ આહીરની સૌપ્રથમ ગત 16 મી એપ્રીલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જથ્થો ઉપલબ્ધ કરવનાર સુરતના સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસકોની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. ગાંજાનો આ જથ્થો બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં વેચાણ માટે લાવતા હતા, જેના 1 ગ્રામના 3500 રૂપિયા વસુલાતા હતા.
બે મહિનાથી ફરાર ઉમંગ અગ્રવાલ અને વિવેક ભરવાડની ધરપકડ
આ ગાંજા પ્રકરણમાં પોલીસે સુરત ખાતે રહેતા અને કોમ્યુટર ક્ષેત્રે કામ કરતો ઉમંગ અગ્રવાલ અને નવસારીમાં રહેતા વિવેક ભરવાડ નામના બે આરોપીની ધરપકડ કરી છે અને ગાંજા પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અનેક માં બાપને બોલાવી આ ડ્રગ્સના દુષણ અંગે સમજ આપવામાં આવી છે. પરંતુ યુવાધન કોના આશીર્વાદથી ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે તેની શોધ હાથ ધરવામાં આવી છે. ડાર્ક વેબની મદદ થકી ચાલતા આ ગાંજાના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે પોલીસ હવે કામે લાગી છે.








