Rajkot news: ખેતીમાં 1 અબજ 94 લાખની કમાણીની આપી લાલચ, 19 શખ્સોએ વેપારી પાસેથી 64.80 કરોડ પડાવ્યા
રાજકોટના એક વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ધર્મ ભક્તિ પ્રાઇવેટ લિમિટેડ નામની

રાજકોટના એક વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ધર્મ ભક્તિ પ્રાઇવેટ લિમિટેડ નામની ખેતીના ઉત્પાદનોની કંપની ધરાવતા વેપારી પ્રશાંત કાનાબારને મુંબઈની એ.એસ. એગ્રી એન્ડ એક્વા કંપનીના 19 આરોપીઓએ ઝાંસામાં લીધા હતા.
1 અબજ 94 લાખની કમાણીની લાલચ આપી
આરોપીઓએ હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવવાની યોજના રજૂ કરી અને રૂ. 1 અબજ 94 લાખની કમાણીની લાલચ આપી હતી. 2021માં આરોપીઓએ ફરિયાદી અને તેના ભાગીદારો પાસેથી 64.80 કરોડ અલગ-અલગ ત્રણ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા.
મુંબઈના શખ્સોએ એક પણ રૂપિયો પરત ન આપ્યો
જોકે, 2025 સુધી મુંબઈના આ શખ્સોએ એક પણ રૂપિયો પરત ન આપતાં, વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. આથી, પ્રશાંત કાનાબારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 19 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.






