Ahmedabad news: સોલામાં ગેરકાયદે વસવાટ કરતા 17 બાંગ્લાદેશી ઝડપાયા, તમામને કરાશે ડિપોર્ટ
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. તેવામાં આજે 30 ઓક્ટોબરે અમદાવાદના સોલામાંથી 17 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશીઓને સરદારનગર જેએફસી સેન્ટરમાં મોકલાશે
અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે. આ ઘુસણખોરોએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી મોટાભાગે મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો તમામને સરદારનગર જેએફસી સેન્ટરમાં મોકલવામાં આવશે. ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.




