Morbi news: New Era Global સ્કૂલના 16 વર્ષના વિદ્યાર્થીનું મોત, સ્વિમિંગ પુલમાં ડૂબવાથી ગયો જીવ
ગુજરાતના મોરબીમાંથી ચોંકાવાનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના ન્યુ એરા ગ્લોબલ સ્

ગુજરાતના મોરબીમાંથી ચોંકાવાનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં 16 વર્ષીય પ્રિત ગિરિશભાઈ ફળદુનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું. પ્રિત સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યો હતો અને તે સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે ભારે હોબાળો મચ્યો હતો.
કોચ પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો
કોચ પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીના મોતના મામલે ટંકારા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
તગડી ફી વસૂલનારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ
ઉલ્લેખનીય છે કે તગડી ફી વસૂલવા વાળી સ્કૂલમાં આ ઘટના સર્જાતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ સવાલ ઉઠ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલ સંચાલકો દ્વારા આ મામલાને રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે






