મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાદરા: ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો, એકનું ઘટનાસ્થળ પર મોત

રાજ્યના પાદરા તાલુકાના ડબકા ગામ ખાતે દુ:ખદ ઘટના સર્જાઈ છે. મળતા

પાદરા: ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો, એકનું ઘટનાસ્થળ પર મોત

 રાજ્યના પાદરા તાલુકાના ડબકા ગામ ખાતે દુ:ખદ  ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે ડબકા ગામમાં વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો. ગણેશ પંડાલ  સ્થળ પર જ એક યુવાનનું દર્દનાક મોત નીપજ્યું હતું.

14 યુવાનોને શરીરના વિવિધ ભાગો પર ઈજા પહોંચી

14 યુવાનોને શરીરના વિવિધ ભાગો પર ઈજા થઈ હતી. પંડાલ બાંધતી વખતે લોખંડની એંગલ ત્યાંથી પસાર થતા  હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટના બની હતી.

ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિકના ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિકના ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ આદરી છે.

આ સમાચાર શેર કરો