સુરતની શાળામાં રાજ્યકક્ષની 13મી ટાઈકવાન્ડો સ્પર્ધા, વિદ્યાર્થીઓએ સાધ્યુ મેડલ પર નિશાન
સુરતની રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાલ ટાઇકવન્ડો એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13મી રાજય કક્ષાની ટાઈક

સુરતની રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાલ ટાઇકવન્ડો એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13મી રાજય કક્ષાની ટાઈકવન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કેડેટ, જુનિયર અને સિનિયર કક્ષાના આશરે 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મેડલ ટેલીમાં સુરતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો.
તમામ સ્પર્ધકોમાંથી ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ ખાતે આવેલી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં સી.બી.એસ.ઈ બોર્ડનાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી અરાત્રિકા સિંઘ કાષ્ય પદક અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમની ધોરણ- ૯ માં અભ્યાસ કરતી યશ્વી કવા સુવર્ણ પદક અને જીયા કાવા સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.
આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ટેકવોન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે. જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ટાઇકવન્ડો એસોસિએશનના જનરલ સેક્રેટરી પમીર શાહના જણાવ્યા મુજબ ટાઇખવન્ડો સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે. સુરતના ઘણા પ્રતિસ્પર્ધીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ રહ્યા છે.






