આફતનો વરસાદ: મેઘરાજાએ ચાર જ દિવસમાં 28 લોકોનો લીધો ભોગ, 13 જણાનું મોત ડૂબી જવાથી થયું
સતત વરસી રહેલાં અનરાધાર વરસાદે ગુજરાતને તરબોળ કરી દીધું છે. એટલું જ નહીં, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જી દીધો છે. અતિથિ અતિભારે વ

સતત વરસી રહેલાં અનરાધાર વરસાદે ગુજરાતને તરબોળ કરી દીધું છે. એટલું જ નહીં, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જી દીધો છે. અતિથિ અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે, છતાંય વરસાદે માત્ર ચાર જ દિવસમાં 28 લોકોનો ભોગ લીધો છે.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમો, તળાવો ઉપરાંત નદીઓ પણ ઓવરફ્લો થઈ છે. રાજ્ય સરકારના આદેશને પગલે આ સ્થળો પર ન જવા સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
વરસાદે માત્ર ચાર જ દિવસમાં 28 જણાનો ભોગ
આ પરિસ્થિતિમાં છેલ્લાં 4 દિવસમાં પાણીમાં ડુબી જવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે મકાન અને દિવાલ પડવાથી 13 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત વૃક્ષ પડવાથી બે લોકોના મોત નીપજ્યા છે.
આ શહેરોમાં ડૂબી જવાથી મોત
રાજ્યના હળવદ, બોરસદ, તારાપુર, લીમખેડા, ધ્રાગંધ્રા, આહવા, હાલોલ, ધોળકા, મણિનગરમાં પાણીમાં ડૂબી જવાની ઘટના બની છે.
આ શહેરોમાં મકાન અને દિવાલ પડતાં મૃત્યુ
મહુધા, લુણાવાડા, સાણંદ, ખંભાતમાં મકાન અને દિવાલ પડતાં મૃત્યુ થયા હોવાની ઘટના બનવા પામી છે. ભાણવડ અને પેટલાદમાં વૃક્ષ પડવાથી બેના મોત નીપજ્યા છે.








