મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કાલોલમાંથી ગેરકાયદે ધમધમતું કતલખાનામાંથી 13 ગૌવંશ બચાવાયા, 18 મહિલાઓ સહિત 22 આરોપીઓ જેલ ભેગા

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાંથી પોલીસે દરોડો પ

કાલોલમાંથી ગેરકાયદે ધમધમતું કતલખાનામાંથી 13 ગૌવંશ બચાવાયા, 18 મહિલાઓ સહિત 22 આરોપીઓ જેલ ભેગા
આ સમાચાર સાંભળો

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડીને ગેરકાયદે રીતે ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કતલખાનામાંથી 13 જેટલા ગૌવંશને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે સ્થળ પરથી આશરે 700 કિલો જેટલો શંકાસ્પદ માંસનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

18 મહિલાઓની ધરપકડ કરાઈ

મળતી માહિતી અનુસાર, કસ્બા વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ધમધમી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા કુલ 28 લોકો પૈકી પોલીસે સ્થળ પરથી 22 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં 18 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસે બચાવવામાં આવેલા તમામ 13 ગૌવંશને સુરક્ષિત સ્થળે પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને જપ્ત કરાયેલા માંસના જથ્થાને એફએસએલ (FSL) પરીક્ષણ માટે મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને ફરાર અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કસ્બા વિસ્તાર લઘુમતીઓનો હોવાથી પોલીસને બાતમી મળ્યા બાદ સાવચેતીપૂર્વક છાપો માર્યો હતો. કારણકે પોલીસ આવી હોવાની અગાઉથી જાણ થઈ જાય તો સ્થળ પર બધું રફેદફે થઈ જાય તેમ હતું. પોલીસે વિસ્તારમાં પહોંચીને મકાન ને ચારેબાજુથી કાર્ડન કરી દઈને કાર્યવાહી કરતા મોટા પ્રમાણમાં ગૌવંશને બચાવી લેવાયા હતા.

આ સમાચાર શેર કરો