VIDEO: ANDARNI VAAT / પશ્ચિમ મેદિનીપુરમાં ૩ ગેરકાયદે પાર્ટી ઓફિસ અને ક્લબ પર પીડબલ્યુડીનું ચાલ્યું બુલડોઝર!
પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના મિદનાપુરમાં જાહેર બા

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના મિદનાપુરમાં જાહેર બાંધકામ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા સરકારી જમીન પર બનેલી ત્રણ ગેરકાયદેસર રાજકીય પક્ષની ઓફિસો અને એક ક્લબના બાંધકામ પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યા છે. સરકારી નિયમો અને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન સામે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર માર્ગો અને સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે વિભાગ દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે..
આ કાર્યવાહી મુદ્દે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના સ્થાનિક ધારાસભ્ય શંકર ગુચ્છાઈત અને ટીએમસી નેતાઓ વચ્ચે આ મુદ્દે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. મિદનાપુર અને મડપુર શહેરમાં રાજકીય કાર્યાલયો ઊભા કરવા તેમજ રસ્તાઓ રોકવા જેવા મુદ્દાઓને લઈને કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કાયદા મુજબ જ સમગ્ર કામગીરી કરવામાં આવી છે અને સરકારી જમીન પર થતા તમામ પ્રકારના અયોગ્ય દબાણો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






