મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: દરિયાપુરના ચારવાડમાં PCBના દરોડા, 11 જુગારી ઝડપાયા

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં PCBએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગાર રમતા 11 જુગારીને ઝડપી પાડ્યા હતા. PCBએ જુગારીઓ પાસેથી

અમદાવાદ: દરિયાપુરના ચારવાડમાં PCBના દરોડા, 11 જુગારી ઝડપાયા

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં PCBએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગાર રમતા 11 જુગારીને ઝડપી પાડ્યા હતા. PCBએ જુગારીઓ પાસેથી 16.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દરિયાપુરમાં PCBના દરોડા

અમદાવાદ શહેરમાં PCBનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન તેમને બાતમી મળી હતી દરિયાપુરના ચારવાડમાં એક મકાનમાં કેટલાક શખ્સો ભેગા મળીને જુગાર રમી રહ્યાં છે. આ બાતમીના આધારે PCBએ દરોડા પાડ્યા હતા. 

દરિયાપુરના ચારવાડમાં PCBએ દરોડા પાડી 9  ઇસમ સહિત 10 આરોપીઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 97,550 રોકડા તથા અન્ય જુગાર રમવાના સાધનો મળી કૂલ 16 લાખ 58 હજાર 550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો