મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકાના ખંભાળિયા પંથકમાં એક દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ, ખેડૂતોએ શરૂ કરી વાવણી

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી માહોલ છવાયો હત

દ્વારકાના ખંભાળિયા પંથકમાં એક દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ, ખેડૂતોએ શરૂ કરી વાવણી

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી માહોલ  છવાયો હતો અને સાથે જ વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોએ વાવણી કરવાના શ્રીગણેશ કર્યા હતા. 

મુખ્યત્વે ખેતીપ્રધાનદ્વારકા જિલ્લામાં ખેડૂતો મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરતા આવે છે અને આ જિલ્લાના મોટાભાગના ધરતીપુત્રો પિયત માટે વરસાદી પાણી ઉપર નિર્ભર છે. 

દ્વારકા જિલ્લામાં  ખંભાળિયા તાલુકામાં ગઈકાલે 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને આજરોજ ભીમ અગિયારસના પવિત્ર દિવસે  ખંભાળિયા તાલુકાના ધરતીપુત્રોએ વાવણીનું કામ હાથ ધર્યું હતું. 

પૌરાણિક માન્યતા મુજબ વાવણીની શરૂઆત કરતા પહેલા જમીન પર સ્વસ્તિક એટલે કે સાથીયો બનાવી તેની પૂજા કરી સાથે જ વાવણી કરવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર તેમજ બળદ ગાડાની પૂજા કરી અને વાવણીની શરૂઆત કરતા હોય તેવા દ્રશ્યો ખંભાળિયા પંથકમાંથી સામે આવ્યા હતા. 

પ્રથમ વરસાદ જ સારો અને વાવણી લાયક પડતાં ધરતીપુત્રના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આવનારું આખું વર્ષ તમામ લોકો માટે સારું નીવડે તેવી ભગવાન દ્વારકાધીશ પાસે કામના કરી હતી. 

આ સમાચાર શેર કરો