મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Zakir Khanએ MSG ન્યૂયોર્કમાં રચ્યો ઇતિહાસ, હિન્દીમાં પરફૉર્મ કરનારા પ્રથમ કોમેડિયન બન્યા

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાને ન્યૂયોર્કમાં ભારતનું નામ રોશન કર્યું છ

Zakir Khanએ MSG ન્યૂયોર્કમાં રચ્યો ઇતિહાસ, હિન્દીમાં પરફૉર્મ કરનારા પ્રથમ કોમેડિયન બન્યા

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાને ન્યૂયોર્કમાં ભારતનું નામ રોશન કર્યું છે. કોમેડિયને ન્યૂયોર્કના ફેમસ મેડિસન સ્કવેયર ગાર્ડનમાં હિન્દીમાં પરફોર્મ કર્યું છે. તે પ્રથમ ભારતીય કોમેડિયન બની ગયા છે જેમણે ન્યૂયોર્ક જઇને હિન્દીમાં પરફોર્મ કર્યું છે. ભારતીય કોમેડી વર્લ્ડમાં આ મોટી સિદ્ધિ છે. ઝાકિર ખાનની સાથે આ સ્ટેજ પર કોમેડિયન અને ઝાકિર ખાનના મિત્ર તન્મય ભટ્ટ પણ સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર તેમના પરફોર્મન્સની ક્લિપ પણ વાયરલ થઇ રહી છે.

ઝાકિર ખાને હિન્દીમાં પરફોર્મ કરી રચ્યો ઇતિહાસ

કોમેડિયને પરફોર્મન્સ બાદ ન્યૂયોર્કની એક ચેનલને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. આ વાતચીતમાં ઝાકિર ખાને પોતાના પરફોર્મન્સ પર વાત કરતા કહ્યું કે આ એક મોટી સિદ્ધિ છે. આ સાથે જ તેમણે પોતાની જર્ની વિશે પણ વાતો શેર કરી હતી. હિન્દીમાં પરફોર્મ કરીને ન્યૂયોર્કની જનતાને હસાવવા મોટી વાત છે. આ પહેલા અત્યાર સુધી કોઇ પણ કોમેડિયને આવું કર્યું નથી.

ટાઇમ્સ સ્કવેયર પર પોસ્ટર છવાયું

મહત્ત્વપૂર્ણ છે કે ઝાકિર ખાનના પરફોર્મન્સ પહેલા ઝાકિર ખાનના શોનું પોસ્ટર ટાઇમ્સ સ્કવેયરના બિલબોર્ડ પર પણ બતાવવામાં આવ્યું હતું. ઝાકિર ખાને પોતાના ઇંસ્ટાગ્રામ પર બિલબોર્ડની નીચે પોતાની ટીમ સાથે ઉભા રહીને તસવીર પણ શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.  આ સાથે જ ઝાકિર ખાન અમેરિકન મીડિયા પ્લેટફોર્મ પર શેફ વિકાસ ખન્ના સાથે કુકિંગ કરતો પણ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો