મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

"વાહ ક્યા લાઈફ હૈ"  આ જાણીતી અભિનેત્રીના વૈભવી ઘરની મુલાકાત લઈ તમે પણ બોલી ઉઠશો

ફરાહ ખાનના યુટ્યુબ શોના એપિસોડ્સમાં , તે તેના રસોઈયા દિલીપ સાથે અલગ અલગ સેલિબ્ર

"વાહ ક્યા લાઈફ હૈ"  આ જાણીતી અભિનેત્રીના વૈભવી ઘરની મુલાકાત લઈ તમે પણ બોલી ઉઠશો

ફરાહ ખાનના યુટ્યુબ શોના એપિસોડ્સમાં , તે તેના રસોઈયા દિલીપ સાથે અલગ અલગ સેલિબ્રિટીઓના ઘરે જાય છે. તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા ફરાહ ખાને દક્ષિણ મુંબઈમાં અભિનેત્રી અમીષા પટેલના ઘરની મુલાકાત લીધી. અભિનેત્રીએ તેના લક્ઝરી બેગ અને જૂતાના સંગ્રહને પ્રદર્શિત કરીને તેના ઘરની અંદરની ઝલક આપી.

ફરાહ ખાને અમીષા પટેલના ઘરના પ્રવાસનો વિડીયો શેર કર્યો , જેમાં તેણીએ રેડ ચિકન થાઈ કરી પણ બનાવી હતી. આ વીડિયોમાં તેણીએ "કહો ના... પ્યાર હૈ"ના શૂટિંગ અને થાઈલેન્ડમાં દરરોજ રાત્રે વાનગી ખાવાની યાદ તાજી કરી હતી.

અમીષા પટેલના ઘરની મુલાકાત

અમીષાનું મુંબઈનું ઘર તેણે વ્યક્તિગત રીતે ડિઝાઇન કર્યું છે, જે વૈભવી અને આરામ પ્રત્યેના તેના સ્વાદને પ્રતિબિંબિત કરે છે. વિડિયોમાં, અમીષાએ તેની રહેવાની જગ્યા, ડાઇનિંગ એરિયા, મનોરંજન રૂમ જ્યાં તે તેના મિત્રો સાથે આરામ કરે છે, મોડ્યુલર કિચન અને તેના ઘરની બાલ્કની બતાવી જે પ્રકૃતિની સુંદરતાને બતાવે છે  અને આસપાસની હરિયાળીના દૃશ્ય સાથે પુષ્કળ સૂર્યપ્રકાશ પણ આપે છે.

ઘરમાં MF Hussainની પેઈન્ટિંગ્સ 

વિશાળ લિવિંગ એરિયામાં લાકડાનું ફ્લોરિંગ અને ફ્લોરથી સીલિંગ સુધીની ફ્રેન્ચ બારીઓ પણ છે, જે તેની મોટી બાલ્કનીમાં ખુલે છે, ફર્નિશિંગ માટે ઉપયોગમાં લેવાયેલા સુંદર રંગો, દિવાલોને સજાવતા અભિનેતાના મોટા પોટ્રેટ સહિત દુર્લભ MF Hussain ચિત્રોથી ભરપૂર એક ભાગ પણ છે.

કલાના શોખીન, આ દિગ્ગજ કલાકારની અન્ય કૃતિઓ પણ તેની દિવાલોને શણગારે છે. વધુમાં, ગદર કર્યા પછી, અભિનેતાએ ફિલ્મમાંથી તેનો અને સની દેઓલનો ફ્રેમ કરેલો શોટ પણ મેળવ્યો.

અભિનેત્રીએ તેના અલમિરા પણ બતાવ્યા

અભિનેત્રીએ તેના લિમિટેડ એડિશન બેગ અને વૈભવી જૂતાના સંગ્રહથી ભરેલા અનેક અલમિરા પણ બતાવ્યા. ડાયોર અને બોટ્ટેગા વેનેટાથી લઈને બિર્કિન્સ અને YSL Totes સુધી, અભિનેત્રી પાસે બધું જ છે. વધુમાં, તેણે કહ્યું કે, તે તેની પાસે રહેલી '300-400' જેટલી બેગની લાંબી યાદી જાળવવા માટે દરેક કબાટના દરવાજા પર લખી રાખે છે.

હાલ અમીષા શું કામ કરી રહી છે?

હાલમાં જ અમીષા પટોલ હિટ ફિલ્મ 'Gadar 2' જોવા મળા હતી, જે 2023માં રિલીઝ થઈ હતી. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મમાં સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા પણ હતા. આ ફિલ્મ 'Gadar: Ek Prem Katha (2001)ની સિક્વલ છે.

આ સમાચાર શેર કરો