હીરામંડી-2 પર કામ શરૂ થઈ ચૂક્યું છે, બીજા ભાગમાં આવી હશે વાર્તા
સંજય લીલા ભણશાલીની હીરામંડી સિરીઝના ઘણા વખાણ થયા હતા, તે ઘણી ચર્ચામા

સંજય લીલા ભણશાલીની હીરામંડી સિરીઝના ઘણા વખાણ થયા હતા, તે ઘણી ચર્ચામાં રહી હતી. હવે અહેવાલ છે કે ભણશાલીએ હીરામંડી-2 પર કામ શરૂ કરી દીધું છે. સિરીઝના લેખકે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હાલ અમે સિરીઝના રાઇટિંગ સ્ટેજ પર છીએ. હાલ કેરેકટર અને સ્ટોરી લાઇન પર કામ ચાલી રહ્યું છે. બીજી સિરીઝની વાર્તામાં તવાયફો નવાબો માટે મુજરા નહીં કરે તે રીતે વિકસાવવામાં આવશે, પરંતુ તેઓ ફિલ્મ માટે નૃત્ય કરતી જોવા મળશે.
હીરામંડી-2માં આવી હશે વાર્તા
હીરામંડી-2માં લાહોરથી આ તવાયફો નીકળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે એમ દર્શાવામાં આવશે. વિભાજન પછી લાહોર છોડીને મોટા ભાગની નૃત્યાંગનાઓ મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કોલકત્તા ઇન્ડસ્ટ્રીમાં ઠરીઠામ થતી દેખાડવામાં આવશે. તો હીરા મંડીની બજારનો વેપાર તો નૃત્ય કરીને પૈસા કમાવવાનો છે તે જ રહેશે. પરંતુ આ વખતે તેઓ નવાબો માટે નહીં પરતુ ફિલ્મ નિર્માતાઓ માટે ડાન્સ કરતી જોવા મળશે.
કલાકારો મામલે સ્પષ્ટતા નથી કરાઈ
ઉલ્લેખનીય છે કે, હીરામંડીના પહેલા ભાગમાં અદિતી રાવ હૈદરી, મનીષા કોઇરાલા, ઋચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા, ફરીદા જલાલ અને શર્મનિ સાહગલે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, સિરીઝના બીજા ભાગમાં મૂળ સિરીઝના જ કલાકારો હશે કે નહીં તે વિશે ભણશાલી તેમજ સિરીઝીની ટીમે કોઇ સ્પષ્ટતા કરી નથી.








