મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શું અર્ચના પૂરન સિંહની જગ્યા લેશે કોઈ અન્ય હસીના? જાણો સિદ્ધુની આ ઓફર

'ધ ગ્રેટ કપીલ શર્મા શૉ'માં આ અઠવાડિયે 'સન ઓફ સરદાર 2'ની સ્ટારકાસ્ટે ગેસ્ટ તરીકે મુલાકાત લીધી હતી. જેમાં મ

શું અર્ચના પૂરન સિંહની જગ્યા લેશે કોઈ અન્ય હસીના? જાણો સિદ્ધુની આ ઓફર

'ધ ગ્રેટ કપીલ શર્મા શૉ'માં આ અઠવાડિયે 'સન ઓફ સરદાર 2'ની સ્ટારકાસ્ટે ગેસ્ટ તરીકે મુલાકાત લીધી હતી. જેમાં મૃણાલ ઠાકુર અને અજય દેવગણ મસ્તીના અંદાજમાં જોવા મળ્યા. શૉમાં મૃણાલે અજય દેવગણની  ફિટનેસ પર ચર્ચા કરતાં જણાવ્યું કે, અજય પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે, શોટ્સની વચ્ચે  મળતા ટાઈમમાં પણ અજય વર્કઆઉટ કરે છે. અજયના આ મિડ શૂટ વર્કઆઉટ સેશન વિશે સાંભળીતા કપિલ શર્મા તેમજ ઓડિયન્સ પણ ખૂબ ઇમ્પ્રેસ થયા. 

આ હસીનાને સિદ્ધુએ કરી સીટ ઓફર

બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુએ મૃણાલના પણ વખાણ કર્યા. સિદ્ધુએ કહ્યું કે, જ્યારે પણ મૃણાલ સેટ પર આવે ત્યારે માહોલ ખૂબ જ સુંદર બની જાય છે. સિદ્ધુની  વાત પર કટાક્ષ કરતાં કપિલે કહ્યું, તમે મૃણાલને અર્ચના પૂરન સિંહ સાથે સીટ બદલવા માટે કહો છો? તેના પર સિદ્ધુએ હસતા-હસતા જવાબ આપ્યો કે, હું આ બદલાવથી ખુશ છું. બીજી તરફ અર્ચનાએ વાતમાં ઉમેરતા કહ્યું જો મૃણાલ મારી જગ્યા લેશે તો પછી હું મૃણાલની જગ્યા લઈ લઈશ. 

સિદ્ધુએ કર્યા મૃણાલના વખાણ

શૉમાં મૃણાલે સિનેમામાં પોતાની જર્ની પર પણ વાત કરી. મૃણાલની જર્ની વિશે જાણી સિદ્ધુએ પોતાના ખાસ અંદાજમાં તેના ખૂબ વખાણ કર્યા. સિદ્ધુના મોઢેથી પોતાના આટલા વખાણ સાંભળીને મૃણાલ પણ ચોંકી ઉઠી. તેણે હેરાની વ્યક્ત કરતા કહ્યું, પાજીને  થયું છે શું? તેના જવાબમાં અજયે રમૂજ અંદાજમાં કહ્યું, આજે પાજી મૂડમાં છે.


સિદ્ધુની મજાક થતી જોઈ રવિ કિશને પણ સિદ્ધુની મજાક ઉડાવતા કહ્યું કે, તેમણે રાજનીતિ શું છોડી દીધી તેમને તે એકદમ પાંખો નીકળી આવી. આ રીતે મૃણાલ અને અજય દેવગણ સાથે બધાએ  સાથે ખુબ મસ્તી કરી.

આ સમાચાર શેર કરો