Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Virat Kohli did a romantic dance holding Anushka Sharma's hand, 'King Kohli's' T-shirt goes viral

VIDEO: Virat Kohliએ Anushka Sharmaનો હાથ પકડીને કર્યો રોમેન્ટિક ડાન્સ, સોશિયલ મીડિયા પર 'કિંગ કોહલી'ની ટી-શર્ટ વાયરલ 

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે RCB, CSK અને MI પછી IPL ખિતાબ ડિફેન્ડ (ખિતાબ જાળવી રાખનારી) કરનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ખિતાબી મેચ જીત્યા બાદ આરસીબીની જીતની ઉજવણીના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

App Store

આરસીબીએ પોતાના X (ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કિંગ કોહલી તેની વાઇફ અનુષ્કા શર્મા સાથે ડાન્સ કરતો અને ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે.

RCB એ સતત બીજી વખત જીત્યો IPL નો ખિતાબ

વાસ્તવમાં, આઈપીએલ 2026 ની ફાઇનલ મેચમાં રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCB એ પહેલા બોલિંગ કરતા ગુજરાત ટાઇટન્સને 155/8 રન પર રોકી દીધું હતું. જવાબમાં 156 રનનો ટાર્ગેટ આરસીબીએ 2 ઓવર બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

Virat-Anushka એ મહેફિલ લૂંટી

આરસીબી સતત બીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ મેદાન પર ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આરસીબીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ બધી લાઈમલાઈટ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લૂંટી લીધી હતી.

ગુજરાત ટાઇટન્સ સામે 156 રનનો પીછો કરતી વખતે આરસીબી તરફથી વિરાટ કોહલીએ 75 રનની ઇનિંગ રમી હતી. કોહલીના બેટથી વિનિંગ શોટ નીકળ્યો અને આ દરમિયાન સ્ટેન્ડ્સમાં બેઠેલી અનુષ્કા તરફ જોઈને તેણે ફ્લાઈંગ કિસ આપી હતી. બીજી તરફ અનુષ્કાએ પણ ખુશીથી ઝૂમીને બંને હાથથી વિરાટને ફ્લાઈંગ કિસ આપી હતી.

‘વિરુષ્કા’નો ડાન્સ વીડિયો વાયરલ

જીતની તરત જ બાદ બંને મેદાન પર એકબીજાનો હાથ પકડીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આરસીબીએ પોતાના X પર આ વીડિયો શેર કર્યો છે. આ દરમિયાન કોહલીએ એક ખાસ ટી-શર્ટ પહેરી હતી, જેના બેક (પાછળના) ભાગ પર લખ્યું હતું, "One felt nice, we did it twice". તેનો અર્થ એ કે એકવાર જીત મેળવવી સારું લાગ્યું હતું, તેથી અમે તેને બીજી વાર કરી બતાવ્યું. વાયરલ વીડિયોમાં પૂર્વ કેપ્ટન બેટિંગ કોચ દિનેશ કાર્તિક સાથે પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

RCBએ પોતાના X પર વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું- "ડાન્સ ફ્લોર પર 'કિંગ કોહલી'નું જબરદસ્ત પરફોર્મન્સ. એકદમ શાનદાર માહોલ. દિલને સ્પર્શી જાય તેવો. અને ઘણું બધું. અનુષ્કા શર્મા, અમારા 'Day 1' બનવા બદલ તમારો આભાર."