Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Big bang ‘Hanuman Ansh‘ with a budget of 2 crores!‘Dhurandhar 2’ breaks new record

2 કરોડના બજેટવાળી ‘હનુમાન અંશ’નો મોટો ધમાકો!‘ધુરંધર 2’નો રેકોર્ડ તોડી બનાવ્યો નવો રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
2 કરોડના બજેટવાળી ‘હનુમાન અંશ’નો મોટો ધમાકો!‘ધુરંધર 2’નો રેકોર્ડ તોડી બનાવ્યો નવો રેકોર્ડ
સોર્સ : gstv

ખૂબ ઓછી એવી ફિલ્મો હોય છે, જે રિલીઝના એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર છવાયેલી રહે છે. આવી જ એક ફિલ્મ આજકાલ ચર્ચામાં છે. નામ છે ‘હનુમાન અંશ’, જે લીમ કરૌલી બાબાના જીવનની વાર્તા દર્શાવે છે. વિશાલ ચતુર્વેદીના ડાયરેક્શનમાં બનેલી નાના બજેટની આ ફિલ્મે પોતાની કમાણીથી દરેકને હેરાન કરી દીધા છે. હવે આ ફિલ્મે એક મોટી સિદ્ઘિ મેળવી છે.

App Store

‘હનુમાન અંશ’ 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. શરૂઆતમાં તો આ ફિલ્મનું કલેક્શન ખૂબ ઓછું હતું, પરંતુ પછી આ ફિલ્મ વર્ડ ઓફ માઉથ (લોકોના વખાણ)ના કારણે છવાઈ ગઈ. હવે આલમ એ છે કે રિલીઝના એક મહિના પછી પણ આ પિક્ચર જબરદસ્ત પરફોર્મ કરી રહ્યું છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર રિલીઝના 32મા દિવસે ‘હનુમાન અંશ’એ 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

‘ધુરંધર 2’ કરતાં બમણું કલેક્શન

જો આની સરખામણી વર્ષ 2026ની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ અને 1800 કરોડથી વધુ લાઈફટાઈમ વર્લ્ડવાઈડ કલેક્શન સાથે ભારતની બીજી સૌથી મોટી ફિલ્મ ‘ધુરંધર 2’ સાથે કરીએ, તો આ ફિલ્મ પણ 32મા દિવસે આટલું વધારે કલેક્શન કરી શકી નહોતી. રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર 2’એ 32મા દિવસે ભારતમાં માત્ર 5.20 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલે કે ‘હનુમાન અંશ’ની 32મા દિવસની કમાણી રણવીરની ફિલ્મ કરતાં બમણી છે.

‘હનુમાન અંશ’નું ટોટલ કલેક્શન

જણાવી દઈએ કે ‘ધુરંધર 2’નો 32મો દિવસ રવિવાર હતો. એટલે કે રજાનો દિવસ. સામાન્ય રીતે બાકીના દિવસોની સરખામણીમાં રવિવારે ફિલ્મો વધારે સારું પરફોર્મ કરતી હોય છે. જ્યારે ‘હનુમાન અંશ’નો 32મો દિવસ સોમવાર રહ્યો. એટલે કે ફિલ્મે નોન-હોલિડે પર પણ બે આંકડામાં (ડબલ ડિજિટમાં) કલેક્શન કર્યું છે. તે પણ ત્યારે જ્યારે આ ફિલ્મનું બજેટ માત્ર 2 કરોડ રૂપિયા છે. એટલે કે એક જ દિવસમાં આ પિક્ચરે પોતાના બજેટ કરતાં 5 ગણી વધુ કમાણી કરી લીધી છે. 32 દિવસો પછી ‘હનુમાન અંશ’નું કુલ નેટ કલેક્શન 132.13 કરોડ રૂપિયા થઈ ગયું છે.

‘હનુમાન અંશ’ અત્યાર સુધી પોતાના બજેટ કરતાં 66 ગણી વધુ કમાણી કરી ચૂકી છે અને બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. એક્ટર શોભિનવ સત્યાએ આમાં લીમ કરૌલી બાબાનો રોલ કર્યો છે. ફિલ્મની કમાણીનો સિલસિલો હજુ પણ ચાલુ છે. જોવાનું એ રહેશે કે આગળ જતાં આ ફિલ્મ બીજા કયા-કયા રેકોર્ડ બનાવે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News