Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vijay showered love on Rashmika in public, fans were happy to see him kiss Rashmika's hand at an event

જાહેરમાં વિજયે રશ્મિકા પર પ્રેમ વરસાવ્યો, એક ઈવેન્ટમાં રશ્મિકાના હાથ પર ચુંબન કરતા ફેન્સ ખુશ

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
જાહેરમાં વિજયે રશ્મિકા પર પ્રેમ વરસાવ્યો, એક ઈવેન્ટમાં રશ્મિકાના હાથ પર ચુંબન કરતા ફેન્સ ખુશ
સોર્સ : GSTV

એક તરફ રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા આગામી 26મી ફેબુ્રઆરીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ આ ચર્ચાઓને વિજયે વધુ વેગ આપ્યો છે. તેણે એક ઈવેન્ટમાં જાહેરમાં જ રશ્મિકાના હાથ પર ચુંબબન કર્યું હતુ. આ ઘટના જોઈ કપલના ચાહકો ખુશ થઈ ગયા હતા. 

App Store

રશ્મિકાની ફિલ્મ 'ગર્લફ્રેન્ડ'ની સકસેસ પાર્ટીમાં વિજય અચાનક તેની પાસે આવ્યો હતો અને તેનો હાથ પોતાના હાથમાં લઈ તેની હથેળી પર એક કિસ કરી દીધી હતી. રશ્મિકા જાહેેરમાં આ પ્રેમ ચેષ્ટાથી એકદમ શરમાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, રશ્મિકા અને વિજયની સગાઈ થઈ ચૂકી હોવાના અહેવાલ ઘણા વાયરલ થઈ ચૂક્યા છે. જો કે, બંનેએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેમજ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી નથી. આ બંને પોતાની એન્ગેજમેન્ટ રિંગ સતત ફલોન્ટ કરતાં રહેતાં હોય છે. તાજેતરમાં જ એક ઈવેન્ટમાં રશ્મિકાને આ રિંગ વિશે પૂછાતાં તેણે બધાને બધી ખબર જ છે તેવો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. 

કેવી રીતે શરૂ થઈ વિજય-રશ્મિકાની લવ સ્ટોરી

વિજય અને રશ્મિકાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. 2018માં "ગીથા ગોવિંદમ" અને 2019માં "ડિયર કોમરેડ" માં સાથે કામ કર્યા પછી તેમની ખાસ મિત્રતા શરૂ થઈ. તે સમયની આસપાસ, રશ્મિકાએ કન્નડ અભિનેતા રક્ષિત શેટ્ટી સાથેની સગાઈ તોડી નાખી. સમય જતાં અફવાઓ ફેલાતી રહી, અને કોઈને ખબર ન પડી કે વિજય અને રશ્મિકાની મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી. પરંતુ હવે, બધું સ્પષ્ટ છે. વિજયની ટીમે એક અહેવાલમાં જણાવ્યું છે કે બંનેએ ઓક્ટોબરમાં સગાઈ કરી હતી અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.