Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Has Amitabh Bachchan really quit acting and KBC? Megastar breaks silence on 'Retirement' statement!

શું અમિતાભ બચ્ચને ખરેખર છોડી દીધું છે એક્ટિંગ અને KBC? 'રિટાયરમેન્ટ'ના નિવેદન પર મેગાસ્ટારે તોડ્યું મૌન!

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
શું અમિતાભ બચ્ચને ખરેખર છોડી દીધું છે એક્ટિંગ અને KBC? 'રિટાયરમેન્ટ'ના નિવેદન પર મેગાસ્ટારે તોડ્યું મૌન!
સોર્સ : gstv
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ 18’ હોસ્ટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમણે પોતાના બ્લોગમાં શો સાથે જોડાયેલા અનુભવો શેર કરતાં લખ્યું હતું કે, હવે તેમના માટે હોસ્ટિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે અને તેમણે લખ્યું હતું, ‘આઈ વિશ ટુ રિટાયર નાઉ.’ આ પછી તેમની નિવૃત્તિની અફવાઓએ જોર પકડ્યું હતું. જોકે હવે તેમણે પોતે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. 
App Store
 
બચ્ચને નિવૃત્તિની અફવાઓ પર કરી સ્પષ્ટતા
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના નવા બ્લોગમાં નિવૃત્તિ અંગે સ્પષ્ટતા કરી કે, ‘મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મેં બ્લોગમાં લખેલા ‘ઈટ્સ લેટ, ટાઈમ ટુ રિટાયર’ શબ્દોનો અર્થ કામમાંથી સંન્યાસ લેવાનો નહીં, પરંતુ મોડી રાત્રે સૂવા જવાનો હતો. હું કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો નથી, માત્ર સૂવા જઈ રહ્યો હતો. હાલ પૂરતી એક્ટિંગ કે હોસ્ટિંગ છોડવાની મારી કોઈ યોજના નથી.’

KBC અંગે બ્લોગમાં શું લખ્યું હતું?

થોડા દિવસો અગાઉ શો દરમિયાન આવતા સ્પર્ધકોની અંગત અને સંઘર્ષભરી વાર્તાઓનો ઉલ્લેખ બ્લોગમાં કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ઘણા સ્પર્ધકો એટલી ગંભીર અને ભાવનાત્મક પરિસ્થિતિઓ સાથે આવે છે કે તેમની લાગણીઓને સંભાળવી અને શો હોસ્ટ કરવો બંને અત્યંત પડકારજનક બની જાય છે. આ ભાવુક ક્ષણોને હૃદયદ્રાવક ગણાવતા તેમણે થાકના સંદર્ભમાં રિટાયર થવાની વાત લખી હતી.

2000ની સાલથી શો સાથે જોડાયેલા છે મેગાસ્ટાર

વર્ષ 2000માં શરૂ થયેલા આ રિયાલિટી શો સાથે તેઓ સતત જોડાયેલા રહ્યા છે. માત્ર ત્રીજી સિઝનમાં તેઓ હોસ્ટ તરીકે હાજર નહોતા અને તે સમયે આ જવાબદારી શાહરૂખ ખાન (Shah Rukh Khan) દ્વારા સંભાળવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી તેમણે આ શોની કમાન સંભાળી હતી અને આજે પણ તેઓ આ શોની મુખ્ય ઓળખ બનેલા છે.
ટોપિક્સ:GSTV NewsGujarati News