Vijay Devarakonda: કાર અકસ્માત બાદ અભિનેતા વિજય દેવરકોંડાએ આ નિવેદન આપ્યું, જાણો
Vijay Devarakonda: આજથી ઠીક બે દિવસ અગાઉ

Vijay Devarakonda: આજથી ઠીક બે દિવસ અગાઉ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે સગાઈ કર્યાની ચર્ચામાં રહેલા સાઉથના ફેમસ એક્ટર વિજય દેવરકોંડાને કાર અકસ્માત નડયો છે. મળતી
માહિતી અનુસાર, અભિનેતાના કેટલાકની સાથે કાર મારફતે પુટ્ટુપર્થી ગયા હતા, ત્યાંથી પરત આવતા આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડા એક અકસ્માતનો શિકાર થતા બચ્યો હતો આ આખી ઘટના જોગુલાંબા જિલ્લાના નેશનલ હાઈવે-44 પર થઈ, જ્યાં તેની કારને પાછળથી બીજી કારે ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર, અભિનેતાની કારને નુકસાન થયું છે. પરંતુ રાહતની વાત એ છે કે અભિનેતા હાલ સુરક્ષિત છે.
મીડિયા અહેવાલ અનુસાર, વિજયના ડ્રાઇવરે તાત્કાલિક સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.
અભિનેતાની પ્રતિક્રિયા
અકસ્માત પછી અભિનેતા વિજયની આ પહેલી પ્રતિક્રિયા છે. અભિનેતાએ લખ્યું, "બધું બરાબર છે. કારને ટક્કર લાગી હતી, પરંતુ અમે બધા ઠીક છીએ. મેં કસરત કરી અને હમણાં જ ઘરે પાછો ફર્યો છું. મને માથાનો દુખાવો છે, પરંતુ બિરયાની અને ઊંઘ મદદ કરશે નહીં. તો, તમારા બધાને ખૂબ-ખૂબ પ્રેમ અને ખૂબ-ખૂબ. આ સમાચારથી અસ્વસ્થ થશો નહીં. બધું બરાબર છે."
પોલીસે તેમના નિવેદનમાં શું કહ્યું?
ઘટના વિશે વધુ વિગતો આપતા પોલીસે કહ્યું, "તેલુગુ અભિનેતા વિજય દેવેરાકોંડાની કાર જોગુલામ્બામાં બીજા વાહન સાથે અથડાઈ. ઉંડાવલ્લી, ગડવાલ જિલ્લા, આજે પુટ્ટપર્થીથી હૈદરાબાદ જઈ રહી હતી. તેમની કારની ડાબી બાજુને નુકસાન થયું હતું. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી."
મળતી માહિતી અનુસાર, એક્ટર વિજય દેવરકોંડા આજે બપોરે આશરે 3 વાગ્યે પુટ્ટુપર્થીથી હૈદ્રાબાદ કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આગળ ચાલી રહેલી કારે અચાનક જમણી બાજું વળી જતા તેની કારનો ડાબો ભાગ અથડાયો. કારના જમણા ભાગને નુકસાન થયું છે. પરંતુ કોઈ જાનહાનિ નથી. વિજય દેવરકોંડા અને બીજા અન્ય લોકો કારમાં સવાર હતા. જ્યારે તરંત એક બીજી કારમાં બેસી ગયા અને તેમની ટીમે ઈન્શ્યોરન્સ માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ દિવસ અગાઉ થઈ સગાઉ
મળતી માહિતી અનુસાર, અભિનેતા વિજય અને રશ્મિકાની સગાઈ ત્રણ દિવસ પહેલા એટલે કે, 3 ઓક્ટોબરે થઈ હતી. ઘટનાસ્થળે પરિવારના લોકો નજીકના મિત્રો હાજર હતા. જો કે, સત્તાવાર હમણા સુધી બંને સ્ટારે જાહેરાત નથી કરી. છેલ્લે વિજય દેવરકોંડા છેલ્લી ફિલ્મ કિંગડમમાં જોવા મળ્યો હતો. થિયેટરમાં રજૂ પછી આ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ છે. જ્યારે રશ્મિકા મંદાના જલ્દી જ ફિલ્મ Thammaમાં નજરે આવવાની છે. આમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં નજરે આવશે.








