મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

FORCE 3માં સાઉથની આ હસીનાની એન્ટ્રી, 52 વર્ષના John Abraham સાથે  એક્શન કરશે 28 વર્ષની એક્ટ્રેસ

9 વર્ષ પછી જોન અબ્રાહમ પોતાની મોસ્ટ એન્ટીસિપેટેડ ફિલ્મ ફોર્સ 3 (Force 3) પર કામ શરૂ કરવા જઇ રહ્યો છે. 2022માં એવ

FORCE 3માં સાઉથની આ હસીનાની એન્ટ્રી, 52 વર્ષના John Abraham સાથે  એક્શન કરશે 28 વર્ષની એક્ટ્રેસ

9 વર્ષ પછી જોન અબ્રાહમ પોતાની મોસ્ટ એન્ટીસિપેટેડ ફિલ્મ ફોર્સ 3 (Force 3) પર કામ શરૂ કરવા જઇ રહ્યો છે. 2022માં એવા સમાચાર હતા કે જોન અબ્રાહમે ફોર્સ ફ્રેન્ચાઇઝીના રાઇટ્સ ખરીદી લીધા છે અને હવે તેનો ત્રીજો ભાગ આવતા ફેન્સની ઉત્સુકતા વધી ગઇ છે.

છેલ્લા ત્રણ વર્ષથી ફોર્સ 3ને લઇને ચર્ચા ચાલતી હતી. હવે આ ફિલ્મને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફોર્સ 3 માટે હિરોઇનને ફાઇનલ કરવામાં આવી છે.

સાઉથની એક્ટ્રેસ ફોર્સ 3 માટે થઇ ફાઇનલ

એક રિપોર્ટ અનુસાર, પ્રી-પ્રોડક્શન બાદ ફોર્સ 3ના મેકર્સ પોસ્ટ પ્રોડક્શન પર કામ શરૂ કરવાના છે. નવેમ્બરમાં ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઇ જશે અને આ વખતે જોન અબ્રાહમની સાથે તેની હિરોઇન પણ એક્શન મોડમાં જોવા મળશે. જે એક્ટ્રેસને ફોર્સ 3 માટે ફાઇનલ કરવામાં આવી છે તે સાઉથની સ્ટાર એક્ટ્રેસ છે.

24 વર્ષ નાની એક્ટ્રેસ સાથે જોવા મળશે જોન અબ્રાહમ

આ એક્ટ્રેસ લકી ભાસ્કર ફેમ મીનાક્ષી ચૌધરી છે. 28 વર્ષની મીનાક્ષી પ્રથમ વખત 52 વર્ષના જોન સાથે સ્ક્રીન શેર કરશે. જોકે, હજુ સુધી મેકર્સ કે સ્ટાર્સ તરફથી પૃષ્ટી કરવામાં આવી નથી. આશા છે કે શૂટિંગ શરૂ થયા પહેલા મેકર્સ તેની પૃષ્ટી કરી દે.

મીનાક્ષી ચૌધરીનું વર્ક ફ્રન્ટ

મીનાક્ષી ચૌધરીના કરિયરની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં તેને કેટલીક શાનદાર ફિલ્મમાં કામ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. હિન્દી મૂવી અપસ્ટાર્ટર્સથી કરિયરની શરૂઆત કરનાર મીનાક્ષીને હિટ-ધ સેકન્ડ કેસ, ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલટાઇમ, લકી ભાસ્કર અને સંક્રાતિકી વસ્તુનમ માટે ઓળખવામાં આવે છે. હવે તે ફોર્સ 3માં પોતાના એક્શન રોલમાં જોવા મળશે. ભવ ધુલિયાના નિર્દેશનમાં બનનારી ફિલ્મમાં તેની ઇન્ટેસ ફાઇટ હોઇ શકે છે.

ફોર્સ 3ની વાત કરીએ તો જોન અત્યારે રાકેશ મારિયાની બાયોપિક પર કામ કરી રહ્યો છે જેનું શૂટિંગ ઓક્ટોબર સુધી પૂર્ણ થવાની આશા છે. તે બાદ ફોર્સ 3 પર કામ કરશે. આ ફિલ્મ આવતા વર્ષ સુધી રિલીઝ થઇ શકે છે.

આ સમાચાર શેર કરો