આ ઓસ્કાર વિનર સિંગર કરશે એકટિંગમાં ડેબ્યુ , પ્રભુ દેવાની ફિલ્મમાં મળ્યો ખાસ રોલ
મુંબઇ : ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન હવે એકટિંગમાં ડે

મુંબઇ : ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન હવે એકટિંગમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે પ્રભુદેવાની ફિલ્મ 'મૂનવોક'માં એક ફિલ્મ ડાયરેક્ટરની ભૂમિકા ભજવવાના છે. રહેમાને આ ફિલ્મનું સંગીત પણ આપ્યું છે. તેનાં તમામ પાંચ ગીતો તેણે તૈયાર કર્યાં છે. શરુઆતમાં તે આ પ્રોજેક્ટમાં ફક્ત સંગીતકાર તરીકે જ જોડાયેલા હતા. પરંતુ, દિગ્દર્શક મનોજ એન એસએ તેને એક રોલ ઓફર કરતાં રહેમાને તેનો સ્વીકાર કર્યો હતો. ફિલ્મમાં પ્રભુદેવા બાબૂટી નામના એક યંગ ફિલ્મ કોરિયોગ્રાફરની ભૂમિકામાં જોવા મળશે.




