ઈતિહાસ રચશે સિદ્ધુ મૂસેવાલાનો આ કોન્સર્ટ, અવસાન પછી પણ ગૂંજશે સિદ્ધુ મૂસેવાલાનો અવાજ

સિદ્ધુ મૂસેવાલા ભલે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ ફેન્સના દિલમાં તેઓ આજે પણ જીવંત છે. સિદ્ધુના નિધન પછી પણ તેમના ઘણા સોંગ્સ રિલીઝ થયા છે, પરંતુ હવે જે થવા જઈ રહ્યું છે તેના વિશે ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહીં હોય. સિદ્ધુ મૂસેવાલા હવે એક વાર ફરી સ્ટેજ પર આવવાના છે.
ક્યાં યોજાવાનો છે સિદ્ધુનો કોન્સર્ટ?
વાસ્તવમાં, હોલોગ્રામ (Hologram) ટેકનોલોજી દ્વારા તેમનો કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટનું ટાઇટલ 'સાઇન્ડ ટુ ગોડ વર્લ્ડ ટુર' (Signed to God World Tour) રાખવામાં આવ્યું છે. તેનો પહેલો શો કેનેડાના ટોરોન્ટોમાં આવેલા સ્કોશિયાબેંક એરેના (Scotiabank Arena)માં 8 ઓક્ટોબર 2026ના રોજ યોજાશે.
શું ખાસ હશે આ કોન્સર્ટમાં?
આ કોન્સર્ટમાં સિદ્ધુ મૂસેવાલાનું 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન બતાવવામાં આવશે, જેમાં તે પોતાના અસલી અવાજ સાથે પર્ફોર્મ કરતા નજરે પડશે. આમાં ફેન્સને સ્ટેજ પર સિંગરના સિનેમેટિક વિઝ્યુઅલ્સથી તેમની ખાસ ઝલક જોવા મળશે.
રિલીઝ થશે મોસ્ટ અવેટેડ ટ્રેક
આ શોના માધ્યમથી સિદ્ધુનો મોસ્ટ અવેટેડ મ્યુઝિક વીડિયો ટ્રેક '295' પણ રિલીઝ કરવામાં આવશે.
પહેલી વાર યોજાશે આવો કોન્સર્ટ
તમને જણાવી દઈએ કે આ કોન્સર્ટની પહેલી એનાઉન્સમેન્ટ જુલાઈ 2025માં કરવામાં આવી હતી. તે સમયે બતાવવામાં આવ્યું હતું કે આ પ્રકારનો કોન્સર્ટ પહેલી વાર યોજાવા જઈ રહ્યો છે. આજ સુધી ક્યારેય કોઈ આર્ટિસ્ટની ગેરહાજરીમાં તેનો આવો હોલોગ્રામ કોન્સર્ટ યોજાયો નથી.
સિદ્ધુ મૂઝવાલાની ફેન ફોલોઇંગ એટલી જબરદસ્ત છે કે આજે પણ ફેન્સ તેમના પોસ્ટર્સ અને ગીતો દ્વારા આ સિંગરને પોતાના દિલમાં યાદ રાખે છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ કેનેડા, યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ સિદ્ધુનો મોટો ચાહકવર્ગ છે.
2022માં થઈ હતી સિદ્ધુની હત્યા
ઉલ્લેખનીય છે કે 29 મે 2022ના રોજ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તેઓ ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
માતા-પિતા આજે પણ પુત્ર માટે માંગે છે ન્યાય
સિદ્ધુના નિધન પછીથી જ તેમના માતા-પિતા અને ફેન્સ સતત ન્યાયની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, 'જસ્ટિસ ફોર સિદ્ધુ મૂસેવાલા'ના મેસેજ સાથે એક સ્પેશિયલ મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો.

