ટીવીના આ સ્ટાર્સને ઓનસ્ક્રીન પાર્ટનર સાથે થયો પ્રેમ, જેની સાથે કામ કર્યું તેની સાથે જ કર્યા લગ્ન
બોલિવૂડના એવા ઘણા સેલેબ્સ છે જે સાથે કામ કરતી વખતે એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં. પછી તેની સાથે જ લ

બોલિવૂડના એવા ઘણા સેલેબ્સ છે જે સાથે કામ કરતી વખતે એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં. પછી તેની સાથે જ લગ્ન કરી લીધા. ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારો તેના ઓનસ્ક્રીન પાર્ટનર સાથે પ્રેમમાં પડ્યા. આજે તમને આવા 6 લોકપ્રિય ટીવી કપલ્સ વિશે જણાવશું જેઓ સાથે કામ કરતી વખતે એકબીજાના પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરીને ઘર વસાવ્યું.
એવું કહેવાય છે કે હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન પહેલી વાર 2001ના શો 'કુટુમ્બ'ના સેટ પર મળ્યા હતા. આ પછી બંને 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'માં પણ જોવા મળ્યા હતા. બાદમાં આ દંપતીએ 2004માં લગ્ન કર્યા. બંને હવે જોડિયા બાળકોના માતા-પિતા છે.
અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ 2008ની ટીવી સીરિયલ 'રામાયણ'માં સાથે કામ કર્યું હતું. આમાં ગુરમીતે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી અને દેબીના માતા સીતાની ભૂમિકામાં હતી. બંને સેટ પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ પછી, આ દંપતીએ 15 ફેબ્રુઆરી 2011ના રોજ લગ્ન કર્યા.
શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કરની જોડી ટીવીની સૌથી લોકપ્રિય જોડીમાંની એક છે. દીપિકા અને શોએબે 'સસુરાલ સિમર કા' શોમાં કામ કર્યું હતું. આ શોના સેટ પર બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ કપલે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.
દિવ્યાંકા ત્રિપાઠી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. દિવ્યાંકાએ વર્ષ 2016માં વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 'યે હૈ મોહબ્બતેં' સિરિયલમાં સાથે કામ કર્યું હતું. આમાં દિવ્યાંકા મુખ્ય ભૂમિકામાં હતી, જ્યારે વિવેક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
અભિનેતા વત્સલ સેઠે ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. વત્સલએ વર્ષ 2017માં અભિનેત્રી ઇશિતા દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંનેની પ્રેમ કહાની 'રિશ્તોં કા સૌદાગર: બાઝીગર' નામની સિરિયલ દરમિયાન શરૂ થઈ હતી. બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતાં.
આ યાદીમાં સરગુન મહેતા અને રવિ દુબેના નામ પણ સામેલ છે. બંનેએ પહેલી વાર '24/12 કરોલ બાગ' સિરિયલમાં કામ કર્યું હતું. આના સેટ પર રવિ અને સરગુન એકબીજાની નજીક આવ્યા અને પછી બંને પ્રેમમાં પડ્યા. બંનેએ વર્ષ 2013 માં લગ્ન કર્યા હતાં.






