KBC 17: પહેલા અઠવાડિયામાં જ મળ્યો સિઝનનો પ્રથમ કરોડપતિ, 7 કરોડ પર નજર
અમિતાભ બચ્ચનના ક્વિઝ રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ સિઝન 17ની સાથે પરત આવી ગયો છે. શોની નવી સિઝન 11 ઓગસ્ટથી શરૂ થ

અમિતાભ બચ્ચનના ક્વિઝ રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ સિઝન 17ની સાથે પરત આવી ગયો છે. શોની નવી સિઝન 11 ઓગસ્ટથી શરૂ થઇ ગઇ છે. શોના પ્રથમ અઠવાડિયામાં કેટલીક એવી ક્ષણ જોવા મળી છે જેનાથી લોકોમાં વધુ એક્સાઇટમેન્ટ વધી ગયું છે. આ સિઝનની આ ખાસ વાત છે કે આ પહેલા જ અઠવાડિયા કરોડપતિ મળી ગયો છે, જેનો પ્રોમો પણ ચેનલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શોનો પ્રથમ કરોડપતિ ઉત્તરાખંડનો આદિત્ય કુમાર છે.
આદિત્ય કુમાર શોનો પ્રથમ કરોડપતિ છે. ખાસ વાત આ છે કે 7 કરોડનો જેકપોટ સવાલ માટે પણ પ્રયાસ કરશે. જોકે, તે 7 કરોડ જીતી શકે છે કે નહીં તેના માટે તમારે એપિસોડની રાહ જોવી પડશે. પ્રોમો જોયા બાદ લોકોમાં એક્સાઇટમેન્ટ વધી ગયું છે.
શું 7 કરોડ જીતી શકશે આદિત્ય?
શોના પ્રોમોમાં આદિત્ય અમિતાભ બચ્ચન સાથે વાત કરતો જોવા મળે છે. તે પોતાના કોલેજના દિવસોને યાદ કરે છે. આદિત્યએ જણાવ્યું કે એક વખત કોલેજમાં મિત્રો સાથે પ્રેન્ક કર્યો હતો. આદિત્યએ કહ્યું- 'કોલેજના દિવસોમાં મેં પોતાના મિત્રોને જણાવ્યું કે હું KBC માટે સિલેક્ટ થઇ ગયો છું અને મે પુરા એક અઠવાડિયા સુધી આ પ્રેન્ક કર્યો હતો. મેં જણાવ્યું કે KBCની ટીમ એક અઠવાડિયામાં વીડિયો શૂટ કરવા આવશે તો બધા તૈયાર થઇ ગયા હતા. કોઇએ નવી પેન્ટ સીવડાવી તો કોઇએ નવો શર્ટ સીવડાવ્યો હતો. એક અઠવાડિયા બાદ જ્યારે તેમણે મને પૂછ્યું કે કોઇ કેમ નથી આવ્યું તો મેં જણાવ્યું કે હું મજાક કરતો હતો. આ વખતે જ્યારે કોલ આવ્યો તો કોઇએ વિશ્વાસ કર્યો નહતો.જ્યારે મેં તેમણે મેસેજ બતાવ્યો ત્યારે તેમણે વિશ્વાસ થયો હતો. તે બાદ અમિતાભ બચ્ચને કહ્યું- 'તમે ઘણા ઉપર પહોંચી ગયા છો.'






