મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

"TUMBBAD 2" ફિલ્મનું બજેટ થયું નક્કિ, રકમ સાંભળી તમે પણ ચોંકી ઉઠશો!

સોહમ શાહની 'TUMBBAD' ફિલ્મના બીજા ભાગ માટે 150 કરોડનું બ

"TUMBBAD 2" ફિલ્મનું બજેટ થયું નક્કિ, રકમ સાંભળી તમે પણ ચોંકી ઉઠશો!

સોહમ શાહની 'TUMBBAD' ફિલ્મના બીજા ભાગ માટે 150 કરોડનું બજેટ નક્કી કરાયું હોવાનું કહેવાય છે. આ માટે સોહમ શાહે બોલીવૂડના કેટલાક ફાઈનાન્સિઅર્સનો સાથ મેળવ્યો છે. 

પહેલો ભાગ શરુઆતમાં નહોતો ખેંચી શક્યો ધ્યાન

મૂળ ફિલ્મ પહેલાં રીલિઝ થઈ ત્યારે દર્શકોનું ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી. પરંતુ બાદમાં OTT પર જોયા પછી લોકોએ તેને વખાણી હતી. આથી આ ફિલ્મને રી રીલિઝ કરાઈ હતી. તે વખતે તેણે 31 કરોડની કમાણી કરી હતી.  ફક્ત 5 કરોડમાં બનેલી ફિલ્મે અનેકગણી કમાણી કરતાં હવે ફાઈનાન્સિઅર્સ સોહમ શાહને અનેક ગણું બજેટ આપવા તૈયાર થયા છે.  

ફિલ્મની તૈયારી શરુ

સોહમ શાહે ફિલ્મ માટે તૈયારી શરુ કરી દીધી છે. ફિલ્મની રીલિઝ મોટાભાગે આવતાં વર્ષે કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો