Video: ₹200 કરોડની વસૂલી કેસમાં નોરા ફતેહીનું નિવેદન નોંધાયું, સુકેશ સાથેની વાતચીત અંગે કર્યો ખુલાસો

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી શુક્રવારે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૦૦ કરોડના વસૂલી કેસમાં સરકારી સાક્ષી તરીકે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થઈ હતી. તેણે એડિશનલ સેશન જજ ગગનદીપ સિંહ સમક્ષ પોતાના વર્ક વિઝા, ભારત આગમન અને ડિસેમ્બર ૨૦૨૦માં ચેન્નાઈના એક ચેરિટી શો દરમિયાન સુકેશની પત્ની લીના પૉલોઝ સાથે થયેલી મુલાકાત વિશે વિગતવાર માહિતી આપી હતી. નોરાએ ખુલાસો કર્યો હતો કે મુલાકાત વખતે લીનાએ પોતાના પતિ સુકેશ સાથે સ્પીકર પર વાત કરાવી હતી, જ્યાં સુકેશે પોતાના પરિવારને નોરાના પ્રશંસક ગણાવી ભવિષ્યમાં સાથે કામ કરવાની વાત કરી કાર ભેટમાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અગાઉની તારીખે હાજર ન રહેતા કોર્ટે ફટકાર લગાવી હતી, જેના અનુસંધાને શુક્રવારે નોરાએ પહોંચીને પોતાનું નિવેદન આપ્યું છે અને હવે આ કેસની આગામી સુનાવણી ૩૦ નવેમ્બરે હાથ ધરાશે.
જાહેરાત








